Q-1. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર સવિસ્તર લખો :
1. પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો.
– ઘી,તેલ, દૂધ, દહીં, છાસ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા.
– પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલા લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા.
– એ સમયે રમકડાં, ઘડો, કોડિયું, કુલડી, માટલી, ચૂલો, ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા.
– અનાજનો સંગ્રહ કરવાની નાની-મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી.
– ગામડાના બધા જ ઘરોની દીવાલો માટી અને છાણાંનું મિશ્રણ કરીને લીપવામાં આવતી.
– લોથલ, મોંહે-જો- દડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે.
– આજે પણ ગુજરાતમાં નવરાત્રીના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો જોવા મળે છે.
– કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે.
2. ‘ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે’ તે સ્પષ્ટ કરો.
– ખેતી માટે કુવામાંથી પાણી કાઢવા માટેના કોસ, મશકો, પખાલો, ઢોલ, નગારાં, ઢોલક, તબલા જેવા સંગીતના સાધનો,
– લુહારની ધમણો, પગરખાં, યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતા.
– આજે ભરતગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ, બુટ, ચંપલ, ચામડાના પાકીટ, પટ્ટા તેમજ ઊંટ-ઘોડાના સાજ, પલાણ, લગામ, ચાબુક માટેની દોરી જેવા સાધનો ચર્મઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે.
– પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો.
– ચામડાને જૂની પદ્ધતિઓથી કમાવવામાં આવતા.
3. સંગીત રત્નાકરનો પરિચય આપો.
– તેઓ દેવગિરિમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા.
– સંગીત રત્નાકાર પ્રાચીન ભારતનો સંગીત-ગ્રંથ છે.
– સંગીતના અંગો સંપૂર્ણપણે સમજવા-સમજાવવા માટે સંગીત રત્નાકાર ગ્રંથ અજોડ ગણાય છે.
– પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકારને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે.
4. કથકલી નૃત્યુ વિશે સમજ આપો.
– આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે.
– એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્દાથી ત્રણેય લોકના પાત્રોને સજીવ કરે છે.
– પૌરાણિક મહાકાવ્ય મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલવાલમ મિશ્રિત નાટકો સમય જતા કથકલી કહેવાય.
– તેનો પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિતરામણ ને સમજવું પડે છે.
– કથકલી કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે.
Q-2. નીચેના પ્રશ્ર્નોના મુદ્દાસર જવાબ લખો :
1. નૃત્યકલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો.
– નૃત્ય શબ્દની વ્યુત્વતિ મૂળ શબ્દ ‘નૃત’ પરથી થઈ છે નૃત્યનું મુખ્ય ધ્યેય તાલ અને સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે.
– ભારતમાં (1) કૂચીપુડી, (2) મણિપુરી, (3) ભરતનાટ્યમ, (4) કથક, (5) કથકલી વગેરે શાસ્ત્રીય નૃત્યના પ્રચલિત છે.
– તે મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત નૃત્ય છે સ્ત્રીઓ અને પુરુષો બંને નૃત્ય કરે છે.
– ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તક એ નૃત્યશૈલીના પ્રાચીન વારસાને પ્રસિદ્ધિ અપાવી છે.
(2) મણિપુરી
– મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે.
– આ નૃત્યમાં નર્તક ‘કુમીન’ તરીકે ઓળખાતો ઘેરા લીલા રંગનો ચણીયો અને રેશમનો કબજો પહેરીને કમરે પટ્ટો બાંધે છે.
– આ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે.
(3) ભરતનાટ્યમ
– ભરતનાટ્યમનો મુખ્ય આધારસ્ત્રોત ભરતમુનિ રચિત ‘નાટ્યશાસ્ત્ર’ અને નંદીકેશ્વર રચિત ‘અભિનવ દર્પણ’ નામના ગ્રંથો છે.
(4) કથક
– કથક નૃત્યોની કથાઓ પર આધારિત છે.
– પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની લાખિયા વગેરેએ આ નૃત્યકલાને જીવંત રાખી છે.
– કથક નૃત્ય શ્રીકૃષ્ણના ગોપીઓ સાથે જોડાયેલી છે.
– વૈષ્ણવ સંપ્રદાયની શૃગાંરી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો છે.
- કથકલી એ કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે.
– આ નૃત્યના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિતરામણ ને સમજવું પડે છે.
– આ નૃત્યશૈલીમાં પાત્રો સુંદર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે.
2. ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો.
- ગરબા શબ્દ ‘ગર્ભ-દીપ’ પરથી બન્યો છે.
- સમગ્ર ગુજરાતમાં નવરાત્રી આસો સુદ 1થી આસો સુદ 9 દરમિયાન ગરબા રમાય છે.
- કોરેલાં ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકી વર્તુળાકારે નૃત્ય કરવું , તેને ‘ગરબો’ કહેવામાં આવે છે.
- સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી તેની વર્તુળાકારે ફરતા ફરતા તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે.
- ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મદહંશે શ્રી કૃષ્ણની ભક્તિ સાથે છે.
- આ ઉપરાંત , ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારા સૌ ઢોલના તાલે ગીત , સ્વર અને તાલ મેળવી એક તાળી , બે તાળી કે ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોળા સાથે ગરબા ગાતા હોય છે.
3. ભારતના અને ગુજરાતના હીરા-મોતીકામ અને મીનાકારીગરી અંગે જણાવો.
- ભારતના કારીગરોએ બનાવેલા હીરાજડિત આભૂષણોની વિદેશોમાં પ્રાચીન સમયથી ખુબ માંગ રહી છે.
- ભારતમાં લોકો હીરાજડિત સોનાના અલંકારોના શોખીન છે.
- પ્રાચીન સમયના રાજા મહારાજાઓ અને બાદશાહો તેમના સિંહાસનો , મુગટો , માળાઓ , બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નોનો ઉપયોગ કરતા.
- વિશ્વના દેશોમાં માત્ર ભારત દેશ જ સોના ચાંદીના મીનાકારીના કલામાં મોખરાના સ્થાને છે.
- ભારતમાં જયપુર , લખનઉ , દિલ્હી , વારાણસી અને હૈદરાબાદ મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખુબ મોટી સંખ્યામાં છે.
- ભારત સરકારે 7517 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે તેથી ભારતમાં હીરામોતી અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે. તેથી દરિયાઈ માર્ગે વિદેશોમાં હીરામોતીનો બહોળો વેપાર થતો આવ્યો છે.
- કોહિનૂર અને ગ્રેટ મુઘલ જેવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા .
- પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ , અમીર ઉમરાવો , શ્રીમંતો , શ્રેષ્ઠીઓ મહાજનો વગેરે વૈવિધ્યસભર હીરાજડિત આભૂષણો પહેરતા.
- વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે.
- મીનાકારીમાં વીંટી , કંગન , એરિંગ , માળા , હાર , ચાવીનો ઝુમખો વગેરે સોના - ચાંદીના અલંકારોમાં લાલ , લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પુરાવામાં આવે છે.
4. ગુજરાતના આદિવાસી નૃત્યો વિશેની માહિતી આપો.
- ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં , લગ્નોમાં , દેવી-દેવતાઓને રિઝવવા માટે તેમજ મેળાઓમાં પોતપોતાની ઢબના નૃત્ય કરે છે
- તેઓ નૃત્યોની સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે
- ડાંગના આદિવાસીઓ ‘માળીનો ચાળો’ તેમજ ‘થાકર્યા ચાળો’ જેવા નૃત્ય કરે છે
- તેમના મોટા ભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા , થાપી , તૂર , પાવરી , તંબુરા વગેરે વાંજિત્રો સાથે થતા હોય છે
- આવા નૃત્યોમાં ‘ચાળો’ નૃત્ય જાણીતું છે તેમાં તેઓ મોર , ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે
- ભીલ અને કોળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે
Q-3. નીચેના પ્રશ્ર્નોના ટૂંકમાં ઉત્તર આપો :
1. ‘સંગીત રત્નાકર’ અને ‘સંગીત પારિજાત’ ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ જણાવો.
=> સંગીત રત્નાકાર ની રચના પંડિત સારંગદેવે કરી હતી અને સંગીત પારીજાતિની રચના પંડિત અહોબલે કરી હતી.
2. ‘કાંતણ’ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?
=> ‘કાંતણ’ કળામાં રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે.
3. લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે?
=> લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાતરડા, શારડીઓ, વળાંકવાળી કરવત, આર અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાયું છે આ ઉપરાંત તેઓ ધાતુ માંથી વાસણો, મૂતિઓ અને પાત્રો બનાવતા. તેઓ યુદ્ધો માટેના અસ્ત્રો અને શાસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા.
4. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા?
=> હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતાં હતા.
5. ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો.
=> શાસ્ત્રકારોએ ભવાઈને 'ભાવપ્રધાન નાટકો' કહ્યાં છે. ભવાઈ એ અસાઈત ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું. મોટે ભાગે પડદા વિના ભજવાતાં નાટકો, હળવી શૈલીની રમૂજો અને ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ (રામદેવનો વેશ, ઝંડા ઝુલણનો વેશ, કજોડાનો વેશ વગેરે), એ ભવાઈની વિશેષતા રહી છે. ભવાઈના વિષયવસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા-રંગલી જેવાં પાત્રો સાથે ભવાઈ નાટ્યપ્રયોગો યોજાય છે. ભવાઈ ભજવનાર ભવાયાઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે.
-------------------------------------------------------
Q-4. દરેક પ્રશ્ર્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
1. નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે?
(A) ઊરુભંગ
(B) કર્ણભાર
(C) મેઘદૂતમ્
(D) દૂતવાક્યમ્
Answer: (C) મેઘદૂતમ્
2. વૈજ્યંતિમાલા અને હેમામાલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે?
(A) મણિપુરી નૃત્યશૈલી
(B) કુચીપુડી નૃત્યશૈલી
(C) કથકલી નૃત્યશૈલી
(D) ભરતનાટ્યમ નૃત્યશૈલી
Answer: (D) ભરતનાટ્યમ નૃત્યશૈલી
3. ભારતનો કયો વેદ સંગીત કલાને લાગતો ગણાય છે?
(A) ઋગ્વેદ
(B) સામવેદ
(C) યજુર્વેદ
(D) અથર્વવેદ
Answer: (B) સામવેદ
3. ભારતમાં સંગીતક્ષેત્રે ‘તુતી-એ-હિન્દ’ તરીકે કોણ જાણીતું હતું?
(A) તાનસેન
(B) તુલસીદાસ
(C) કબીર
(D) અમીર ખુશરો
Answer: (D) અમીર ખુશરો
5. ‘ચાળો’ નૃત્ય એટલે ક્યુ નૃત્ય?
(A) આદિવાસીઓનું નૃત્ય
(B) ભરવાડોનું નૃત્ય
(C) કોળીઓનું નૃત્ય
(D) પઢારોનું નૃત્ય
Answer: (A) આદિવાસીઓનું નૃત્ય
6. ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની હતા?
(A) રાજસ્થાન
(B) આંદામાન
(C) આફ્રિકા
(D) થાઈલેંડ
Answer: (C) આફ્રિકા
7. વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?
(A) 21 જૂન
(B) 1 મે
(C) 21 એપ્રિલ
(D) 5 સપ્ટેમ્બર
Answer: (A) 21 જૂન
---------------------------------------------------------

No comments:
Post a Comment