Q-1. માગ્યા મુજબ જવાબ આપો :
1. ઓક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજનના 0.24 g નમૂનામાં 0.096 g બોરોન અને 0.144 g ઓક્સિજન હાજર છે, તો વજનથી સંયોજનના ટકાવારી પ્રમાણની ગણતરી કરો.
સંયોજનમાં તત્વનું ટકાવાર પ્રમાણ = તત્વનું પ્રમાણ / સંયોજનનું વજન * 100
બોરોનનું ટકાવાર પ્રમાણ = 0.096 / 0.24 * 100
= 0096/1000 / 024/100 * 100
= 40
ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ = 0.144 / 0.24 * 100
= 0144/1000 / 024/100 * 100
= 60
બોરોન અને ઓક્સિજન ધરાવતા સંયોજનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે 40% , 60% છે.
2. 8 g ઓક્સિજનમાં જ્યારે 3 g કાર્બનનું દહન કરવામાં આવે ત્યારે 11 g કાર્બન ડાયોક્સાઈડ બને છે. જ્યારે 3 g કાર્બનને 50 g ઓક્સિજનમાં દહન કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનશે ? રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ તમારા જવાબ માટે દિશા સૂચવે છે?
કાર્બન અને ઓક્સિજનનું દહન સમીકરણ
C + O2 => CO2
1 મોલ 1 મોલ 1 મોલ
12g 32g 44g
- તેથી 12g કાર્બનનું દહન 32g ઓક્સિજનની હાજરીમાં થવાથી 44g કાર્બન ડાયોક્સાઈડ મળે છે.
- આથી 3g કાર્બનનું 8g ઓક્સિજનની હાજરીમાં દહન થવાથી 11g કાર્બન ડાયોક્સાઈડ મળે છે.
- જ્યારે 3g કાર્બનનું 50g ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે 8g ઓક્સિજન બનશે.
- અને 50 - 8 = 42g ઓક્સિજન દહન થવામાં બાકી રહેશે.
- આ જવાબ નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય છે.
3. બહુપરમાણ્વીય આયન એટલે શું ? ઉદાહરણ આપો.
=>એક કરતા વધુ પરમાણુ ધરાવતા અયાનને બહુપરમાણ્વીય અયાન કહે છે.
ઉદાહરણ :- NH4 + એમોનિયમ આયન
CO3 - કાર્બોનેટઆયન
SO4 - સલ્ફેટ આયન
PO4 - ફોસ્ફેટ આયન
4. નીચે દર્શાવેલા સંયોજનોનાં રાસાયણિક સૂત્રો લખો :
(a) મેગ્નેશિયમ ક્લોરાઇડ
જવાબ :
સંજ્ઞા : Mg cl
વીજભાર : +2 -1
સુત્ર : Mgcl2
(b) કૅલ્શિયમ ઓક્સાઈડ
જવાબ :
સંજ્ઞા : Ca O
વીજભાર : +2 -2
સુત્ર : cao
(c) કૉપર નાઇટ્રેટ
જવાબ :
સંજ્ઞા : Cu No3
વીજભાર : +2 -1
સુત્ર : Cu(No3)2
(d) એલ્યુમિનિયમ ક્લોરાઇડ
જવાબ :
સંજ્ઞા : Al Cl
વીજભાર : +3 -1
સુત્ર : AlCl3
(e) કૅલ્શિયમ કાર્બોનેટ
જવાબ :
સંજ્ઞા : Ca CO3
વીજભાર : +2 -2
સુત્ર : CACO3
5. નીચે દર્શાવેલા સંયોજનોમાં હાજર રહેલ તત્ત્વોનાં નામ જણાવો :
(a) ક્વિક લાઈમ
જવાબ : કેલ્શિયમ (ca), ઓક્સિજન (o)
(b) હાઇડ્રોજન બ્રોમાઇડ
જવાબ : હાઈડ્રોજન (H), બ્રોમિન (Br)
(c) બેકિંગ પાઉડર
જવાબ : સોડિયમ (Na), હાઈડ્રોજન (H), કાર્બન (c) ઓક્સિજન (o)
(d) પોટૅશિયમ સલ્ફેટ
જવાબ : પોટેશિયમ (k), સલ્ફર (s), ઓક્સિજન (o)
6. નીચેના પદાર્થોના મોલર દળની ગણતરી કરો :
(a) ઈથાઈન (C2H2)
જવાબ :
= 2(C નું પરમાણુ દળ) + 2(H નું પરમાણુ દળ)
= 2(12) + 2 (1)
= 24 + 2
= 26 U
(b) સલ્ફર અણુ (S8)
જવાબ :
= 8 (sનું પરમાણુ દળ)
= 8(32)
= 256 U
(c) ફોસ્ફરસ અણુ (P4) (ફોસ્ફરસનું પરમાણ્વીય દળ = 31)
જવાબ :
= 4(Pનું પરમાણુ દળ)
= 4(31)
= 124 U
(d) હાઇડ્રોક્લોરિક એસિડ (HCL)
જવાબ :
= 1(Hનું પરમાણુ દળ) + 1(clનું પરમાણુ દળ)
= 1(1) + 1(35.5)
= 36.5 U
(e) નાઇટ્રિક એસિડ (HNO3)
જવાબ :
= 1(Hનું પરમાણુ દળ) + 1(Nનું પરમાણુ દળ) + 3 (Oનું પરમાણુ દળ)
= 1(1) + 1(14) + 3(16)
= 1 + 14 + 48
= 63 U
7. નીચેનાનાં દળ શું હશે ?
(a) 1 મૉંલ નાઇટ્રોજન પરમાણુ ?
જવાબ : 149
(b) 4 મોલ એલ્યુમિનિયમ પરમાણુ (એલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ = 27)
જવાબ : 4 * 27
= 108g
(c) 10 મૉલ સોડિયમ સલ્ફાઈટ (Na2SO3) ?
જવાબ : 1 મોલ Na2SO3 નું દળ
= 2(Na) + 1(s) + 3(o)
= 2(23) + 1(32) + 3(16)
= 126 U
∴ 10 મોલ સોડિયમ સલ્ફાઈટનું દળ = 10 * 126 = 1260g
8. નીચેનાનું મોલમાં રૂપાંતર કરો :
(a) 12 g ઓંક્સિજન વાયુ
જવાબ :
મોલ સંખ્યા = આપેલ દળ / મોલર દળ
= 12 / 32
= 0.375 મોલ
(b) 20 g પાણી
જવાબ :
મોલ સંખ્યા = આપેલ દળ / મોલર દળ
= 20 / 18
= 1.11 મોલ
(c) 22 g કાર્બન ડાયોક્સાઇડ
જવાબ :
મોલ સંખ્યા = આપેલ દળ / મોલર દળ
= 22 / 44
= 1 / 2
= 0.5 મોલ
9. નીચેનાનું દળ કેટલું થશે ?
(a) 0.2 મૉલ ઓંક્સિજન પરમાણુ
જવાબ :
દળ = 0.2 * 16
= 3.2g
(b) 0.5 મોલ પાણીના અણુ
જવાબ :
દળ = 0.5 * 18
= 9.0g
10. 16 g ઘન સલ્ફરમાં રહેલા સલ્ફર અણુ (S8)ની સંખ્યા ગણો.
અણુની સંખ્યા = દળ / મોલર દળ * એવોગેડ્રો એક
N = m / M * No
= 16 / 256 * 6.022 * 10 23
= 0.376 * 10 23
= 3.76 * 10 22 અણુ
11. 0.051 g એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં હાજર રહેલા એલ્યુમિનિયમ આયનની સંખ્યા ગણો. (સંકેત : કોઈ પણ આયનનું દળ તે જ તત્ત્વના પરમાણુના દળ જેટલું હોય છે. એલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ = 27 u)
Al2O3 નું મોલર દળ
= 2(Alનું પરમાણુ દળ) + 3(Oનું પરમાણુ દળ)
= 2 (27) + 3(16)
=54 + 48
= 102 U
મોલ સંખ્યા = દળ / મોલર દળ
= 0.051 / 102
= 0.0005
= 5 * 10 -4 મોલ
1 મોલ Al2O3 માં Al3 + અયાનની સંખ્યા
= 2 * 6.022 * 10 23
5.0 * 10 -4 મોલ Al2O3 માં Al 3+ અયાનની સંખ્યા
= 2 * 6.22 * 10 23 * 10 -4
= 6.022 * 10 20
--------------------------------------------------
👉આ સ્વાધ્યાયના સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો
Download PDF
👉આ સ્વાધ્યાયના સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો
---Thanks for visit---
No comments:
Post a Comment