Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Thursday, 10 September 2026

Std 10 Social Science Ch.21 Samajik Parivartan Svadhyay Solution || સામાજિક પરિવર્તન ||

 


Q-1. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર સવિસ્તર લખો :


1. ભારતીય બંધારણમાં ક્યા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે?

=> દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને સ્વસ્થ અને કુદરતી જીવન જીવવાનો અધિકાર છે.
– જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મના ભેદભાવ વિના બાળકોને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે.
– કોઈપણ બાળક ને ખાસ કારણ સિવાય માતાપિતાથી અલગ કરી શકાય નહીં.
– દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે.
– બાળકોને તેમના જૂથ પ્રમાણે રમતગમત અને મનોરંજન મેળવવાના અધિકાર છે.
– દરેક બાળકને કોઈ પણ પ્રકારની શારીરિક, માનસિક રીતે શોષણ સામે હક મેળવવાનો અધિકાર છે.
– દરેક બાળકને પોતાની રીતે અભિવ્યક્તિ કરવાનો, મંડળો રચવાનો અધિકાર છે.


2. વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમનાં રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ વર્ણવો.

=>  આજે વિભક્ત કુટુંબ પ્રણાલી જોવા મળે છે જેની ઘેલછાને કારણે આજના સંતાનો પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં ધકેલી દે છે પોતાને કૌટુંબિક અને નૈતિક ફરજો ભૂલી જાય છે.
– પરિણામે વૃદ્ધો નિ:સહાય સ્થિતિમાં જીવી રહ્યા છે.
– સંયુક્ત કુટુંબમાં રહેતા વૃદ્ધો કરતા સારસંભાળ બહુ ઓછી લેવાય છે.
– સમાજમાં જેમ વિભક્ત કુટુંબો થતા જાય છે તેમ તેમ વૃદ્ધોની સમસ્યા ગંભીર બનતી જાય છે.
– આમ વૃદ્ધોને “ઘરડા ઘરમાં” રહેવાની ફરજ પડે છે.

– વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કરેલી જોગવાઈઓ નીચે પ્રમાણે છે :
– કેન્દ્ર સરકારે ઈ.સ. ૧૯૯૯ માં “ વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ” અમલમાં મૂકી.
– આ નીતિ દ્વારા વૃદ્ધોને પેન્શન રૂપે આર્થિક મદદ આપવામાં આવે છે.
– સિનિયર સિટીઝન્સ માટેની સ્કીમ હેઠળ વૃદ્ધોને બેંક અને પોસ્ટ ઓફિસમાં મૂકેલી ડિપોઝિટ પર વધુ વ્યાજ આપવામાં આવે છે.
– રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લામાં “ઘરડાઘર” ખોલ્યું છે.
– શહેરોમાં વૃદ્ધો માટે અલગ બગીચા બનાવાયા છે.


3. માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો.

=> માહિતી મેળવવાના અધિકાર ના હેતુઓ :
– બધા સરકારી તંત્રો, સંસ્થાઓ માં કામગીરી સ્વચ્છ, પારદર્શક, સરળ અને ઝડપી થાય તેમની જવાબદારીઓને ઉત્તેજન મળે તે હેતુસર માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ–2005 બનાવવામાં આવ્યો.

માહિતી મેળવવાની પ્રક્રિયા :
– માહિતી અધિકાર અન્વયે અરજદારે નિયત નમૂનામાં, નિર્ધારિત ફીની રકમ રૂપિયા ૨૦ રોકડા અથવા પોસ્ટલ ઓર્ડર, નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ્સ અરજી સાથે મોકલવાના હોય છે.
– અરજી સ્વહસ્તાક્ષરમાં, ટાઇપ કરેલ કે ઈ-મેઈલ દ્વારા જે તે વિભાગમાં કરી શકાય છે.
– અરજદારની અરજી મળ્યા ની પહોચ જે તે કર્મચારીએ ઈન્વર્ડ નંબર સાથે પરત આપવાની હોય છે.
– માહિતી મેળવવા માટે અરજદારોની અરજીઓનો ૩૦ દિવસમાં નિકાલ કરવાનો હોય છે.
– જો માહિતી સાર્વભૌમત્વ, સલામતી કે હિતને સ્પર્શતી ગોપનીય બાબતો હોય તો તે માહિતી આપવાનો ઇનકાર કરી શકાય છે.
– જે-તે વિભાગ ત્રીસ દિવસમાં માહિતી ના આપે તો અધિકારીઓને અપીલ કરી શકાય છે.
– અરજદાર 90 દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે છે.


4. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો.

=>  કેન્દ્ર સરકારે 2009માં ૬ થી ૧૪ વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો છે.
– 14 વર્ષ પુરા થયા હોય તો પણ બાળકનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી મફત શિક્ષણ આપવું.Primary & Secondary Schooling (K-12)
– ૬ થી ૧૪ વર્ષના બાળકોને તેના ઘરથી નજીકની શાળામાં પ્રવેશ આપવો.
– જન્મનું પ્રમાણપત્ર ન હોય તો પણ પ્રવેશ માટે ઇનકાર કરી શકાય નહીં.
– શાળામાં પ્રવેશ વખતે બાળકની ઉંમર ૬ વર્ષની હોવી જોઈએ.
– હોસ્પિટલ નો રેકોર્ડ, જન્મ નો દાખલો અથવા સોગંદનામાના આધારે પ્રવેશ આપી શકાય.
– કોઈપણ જાતના ભેદભાવ વિના બાળકને પ્રવેશ આપવો ફરજીયાત છે.
– પ્રવેશ માટે બાળકના માતા-પિતા પાસેથી કોઇ પણ પ્રકારની ફી લઇ શકાશે નહીં.
– બાળકને પ્રવેશ વખતે કોઈપણ પ્રકારની પરીક્ષા લઇ શકાશે નહીં.
– શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશનની પદ્ધતિ કરી શકશે નહીં.
– કોઈપણ બાળકને શાળામાંથી કાઢી શકાશે નહીં.


5. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ સંબંધી વિવિધ સંવર્ગોને અનાજ વિતરણ સંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધિત જોગવાઈઓ વિગતે ચર્ચો.

=>  ભારત સરકારે 5 જુલાઈ 2013ના રોજ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો પસાર કર્યો.
– આ કાયદા મુજબ “ માં અન્નપૂર્ણા યોજના” મુજબ જરૂરિયાતમંદ ગરીબ વર્ગના કુટુંબોને વાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે પ્રત્યેક કુટુંબને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવે છે.
– જેમાં પ્રતિમાસ વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજમાં બે કિલો ઘઉં, ત્રણ કિલો ચોખા, જાડુ અનાજ એક કિલોના ભાવે આપવામાં આવે છે.
– ગર્ભવતી સ્ત્રીઓને પ્રસુતિ સહાયરૂપે 6000 આપવામાં આવે છે.
– જાહેર વિતરણ પ્રણાલીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે “ બાયો મેટ્રિક ઓળખ”, “એપીક કોડ”, “બારકોડેડ રેશનકાર્ડ” વેબકેમેરાથી ઈમેજ જેવા પગલાં ભરવામાં આવ્યા છે.


-------------------------------------------


Q-2. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર મુદ્દાસર લખો :


1. સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો જણાવો.

=> સામાજિક પરિવર્તનમાં સામાજિક સંસ્થાઓ તેમજ સામાજિક સંબંધો, મૂલ્યોમાં આવતું પરિવર્તન સામાજિક પરિવર્તન કહેવાય છે.

સામાજિક પરિવર્તનના મુખ્ય પરિબળો:
– આજે સમાજમાં સામાજિક સંબંધો, લગ્નપ્રથા, જીવનશૈલી, સાહિત્ય અને લલિત કલા વગેરેના પરિવર્તનો આવ્યા છે જે સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય.
– રહેઠાણો ના બાંધકામની અધતન શૈલીમાં પરિવર્તન આવ્યું છે.
– ભૌતિક સુવિધા ને લીધે લોકોના જીવન ધોરણમાં પરિવર્તન આવ્યું છે.
– આ ઉપરાંત સાંસ્કૃતિક, રાજકીય, શૈક્ષણિક, વૈચારિક પરિબળો તેમજ પ્રચાર, પ્રસાર માધ્યમો જવા પરિબળોની અસરને કારણે સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે.


2. કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી શાથી જરૂરી બની છે?

=>  ભારતના બંધારણ અને કાયદાની સામાન્ય જાણકારી હોય તો આપણે આપણા અધિકારો સારી રીતે ભોગવી શકીએ.
– આપણે જુદા જુદા પ્રકારના કાયદા જાણતા હોઈએ તો કાયદાનો ભંગ ન થાય તેવું વર્તન કરી શકીએ.
– સમાજ, રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો સારી રીતે નિભાવી શકીએ.
– શોષણ અને અન્યાય વિરુદ્ધ લડવા કેવા કાયદેસર પગલાં લઈ શકાય તેનું માર્ગદર્શન મેળવી શકીએ.
– બંધારણે આપેલા મૂળભૂત હકો ભોગવી શકીએ.
– આથી દરેક નાગરિકને કાયદાનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ.


3. ‘બાળવિકાસ એ આર્થિક વિકાસની પૂર્વશરત છે’ સમજાવો.

=> બાળકોએ રાષ્ટ્રની સંપત્તિ છે આવતી કાલનું ભવિષ્ય છે.
– જો બાળકો શિક્ષિત હશે તો સારા નાગરિક બનીને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યથાશક્તિ ફાળો આપી શકશે.
– આવા બાળકો દેશ માટે આશીર્વાદરૂપ અને વરદાનરૂપ બની શકે છે.
– કોઈ પણ રાષ્ટ્ર નો આધાર તેના બાળકોના સર્વાંગી વિકાસ પર રહેલો છે.
– તેથી બાળકોનો સારી રીતે વિકાસ થવો જોઇએ.
– આથી તેમનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થવો જોઇએ.


4. ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો.

=> ભારત સરકારે ઈ.સ. 1964માં “કેન્દ્રીય લાંચરુશ્વત વિરોધી બ્યુરો” ની સ્થાપના કરી.
– આ બ્યુરો સરકારી અધિકારીઓ વિરુદ્ધ થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરે છે.
– જો આરોપો સાચા સાબિત થાય તો તે ગુનેગારોને અદાલતની શિક્ષા કરાવે છે.
– ગુજરાતમાં આ સંસ્થાની મુખ્ય કચેરી અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી છે.
– કોઈપણ વ્યક્તિ 1800 2334 4444 ટોલ ફ્રી પર ફરિયાદ કરી શકે છે.
– ઈ.સ. 1988માં “ ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ” અમલમાં મૂક્યો.
– આ અધિનિયમ અનુસાર લાંચરુશ્વત, છેતરપિંડી, સત્તાનો દુરુપયોગ વગેરે બાબતો શિક્ષાપાત્ર ગુનો ગણાય છે.
– તાજેતરમાં બ્લેક મની એક્ટ-2005 અમલમાં મૂક્યો છે.
– આ ઉપરાંત લોકપાલ અને લોકાયુક્ત નિમણૂંકની જોગવાઇ કરીને સરકારે કાળું નાણું શોધવાના અને ભ્રષ્ટાચાર નાથવાના પ્રયાસો કર્યા છે.


5. અન્ન સલામતી વિધેયકના હેતુઓ વર્ણવો.

=> અન્ન સુરક્ષા એટલે “દરેક વ્યક્તિ માટે સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ.”
– 5 જુલાઈ 2013ના રોજ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાની જોગવાઈ કરવામાં આવી.
– દેશની વધતી જતી જનસંખ્યાની માંગ સંતોષવી તેમજ સસ્તા દરે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાવાળું અનાજ પૂરું પાડવું.
– જાહેર વિતરણ પ્રણાલીને વધુ સંગીન, સરળ અને પારદર્શક બનાવી.
– બાળકોમાં કુપોષણની સમસ્યા નિવારવા યોગ્ય પ્રબંધ કરવો.
– BPL હેઠળ જીવતા કુટુંબોને પોષણક્ષમ આહારરૂપે રાહત દરે પૂરતા પ્રમાણમાં અનાજ પુરું પાડવું.


----------------------------------------------


Q-3. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર ટૂંકમાં લખો :


1. બાળશ્રમિકની માંગનું પ્રમાણ શા માટે વધુ હોય છે?

=>  બાળશ્રમિકોની માંગનું પ્રમાણ વધુ હોવાના કારણો નીચે મુજબ છે :
– બાળશ્રમિકોની વધારે સંખ્યા હોવાથી તેમને સહેલાઈથી મોટી સંખ્યામાં મળી રહે છે.
– પોતાને રોજગારી રાખનાર માલિક નો વિરોધ કરી શકતા નથી કેમકે સંગઠનનો અભાવ હોય છે.
– ગામડાઓના વિસ્તારમાં શિક્ષણની સગવડો પૂરતી હોતી નથી. તેથી તેમના માતા-પિતાઓ તેમના કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા માટે મજૂરી કામ કરવા મોકલી દે છે.
– મોટી વયના શ્રમિકો કરતા બાળ શ્રમિકો પાસે ઓછા વેતને કામ કરાવી શકાય છે.
– બાળ શ્રમિકોને કઠિન અને જોખમી કામ ઓછા વેતનમાં કરાવી લે છે ગમેતેમ ધમકાવીને, ડરાવીને અને લાલચ આપીને.


2. નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો.

=>  1. બંધારણીય ઈલાજોનો અધિકાર
2. શોષણ વિરોધી અધિકાર
3.  સમાનતાનો અધિકાર
4.  ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર
5.  સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર
6.  સ્વતંત્રતા નો અધિકાર


3. બાળમજૂરીના વિવિધ સ્વરૂપો વર્ણવો.

=>  મોટાભાગના ક્ષેત્રોમાં બાળશ્રમિકો કામ કરતા જોવા મળે છે.
– જેવા કે હોટલો, ફેક્ટરીઓ, ઈટોના ભઠ્ઠાઓ વગેરેમાં...
– આ ઉપરાંત ઘરનોકર તરીકે, ચાની લારીઓ, લારી ખેંચવી, અખબાર વેચાણ, પ્લાસ્ટિકનો ભંગાર વીણવો વગેરે કામોમાં બાળમજૂરો કામ કરે છે.


4. ભ્રષ્ટાચાર ભાવવધારાનું એક કારણ છે શા માટે?

=> ભ્રષ્ટાચાર કાળા નાણાંનું સર્જન કરે છે.
– ખરીદ શક્તિ વધવાથી બજારમાં ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે.
– આની સામે ચીજવસ્તુઓનો પુરવઠો માંગના પ્રમાણમાં વધી શકતો નથી.
– બજારમાં પુરવઠા અને માંગ વચ્ચે અસમતુલા ઊભી થાય છે.
– ચીજ વસ્તુઓ અને સેવાઓ ની કિંમતમાં એક સાથે ઊંચા દરે વધારો થાય છે તેથી ભાવ સપાટી ઊંચે જાય છે.
– આજે કહી શકાય કે ભ્રષ્ટાચાર ભાવવધારાનું એક કારણ છે.


5. ‘મા અન્નપૂર્ણા યોજના’ ની મહત્વની જોગવાઈ જણાવો.

=>  ભારત સરકારે 5 જુલાઈ 2013 માં રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર કર્યો.
– આ કાયદા અન્વયે ગુજરાત સરકારે ‘મા અન્નપૂર્ણા યોજના’ શરૂ કરી છે.
– આ યોજના હેઠળ મધ્યમ વર્ગના કે ગરીબ કુટુંબોને જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ, વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં રૂ. 2 પ્રતિકિલો, ચોખા રૂ. 3 પ્રતિકિલો અને જાડું અનાજ રૂ. 1 પ્રતિકિલોના ભાવે આપવામાં આવે છે.
– આ યોજનાનો લાભ મેળવતા કુટુંબોની બચત વધશે, જેથી તેઓ અન્ય વપરાશી ચીજવસ્તુઓ ખરીદીને પોતાનું જીવનધોરણ સારું બનાવી શકશે.
– આ યોજના અન્વયે ગુજરાતના લગભગ 3.62 કરોડ જરૂરિયાતમંદ લોકોને રાહત દરે અનાજ આપીને તેમને અન્ય સુરક્ષા બક્ષી છે.


---------------------------------------------


Q-4. નીચેના દરેક પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :


1. ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ ક્યુ છે?

(A) રૂઢિઓ-પરંપરાઓ

(B) લોકમત

(C) પશ્ચિમીકરણ

(D) સાક્ષરતા


Answer: (C) પશ્ચિમીકરણ


2. માનવહકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું?

(A) ગ્રેટબ્રિટન

(B) સંયુક્ત રાષ્ટ્રો

(C) યુનિસેફ

(D) વિશ્વબેંક


Answer: (B) સંયુક્ત રાષ્ટ્રો


3. ‘વિશ્વ વૃદ્ધિદિન’ ની ઉજવણી કઈ તારીખે થાય છે?

(A) 8 માર્ચ

(B) 1લી ઓક્ટોબર

(C) 1લી એપ્રિલ

(D) 15મી જૂન


Answer: (B) 1લી ઓક્ટોબર


4. નીચેનામાંથી કઈ માહિતી આપવાનો ઈન્કાર કરી શકાય છે?

(A) ચૂંટણીપંચ

(B) સરકારની યોજનાઓ

(C) ન્યાયિક ચુકાદા

(D) રાષ્ટ્રની અખંડિતતા સાર્વભૌમત્વની બાબતો


Answer: (D) રાષ્ટ્રની અખંડિતતા સાર્વભૌમત્વની બાબતો


5. મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ કરી શકાય છે?

(A) જન્મના દાખલા વગર પ્રવેશ

(B) ખાસ તાલીમની સુવિધા

(C) પ્રવેશ કસોટી વિના પ્રવેશ

(D) પ્રવેશ સમયે કેપિટેશન ફી


Answer: (D) પ્રવેશ સમયે કેપિટેશન ફી


6. જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે?

(A) બારકોડેડ રેશનકાર્ડ

(B) એટીએમકાર્ડ

(C) બાયોમેટ્રિક ઓળખ

(D) ચૂંટણીનું ઓળખપત્ર


Answer: (C) બાયોમેટ્રિક ઓળખ


-------------------------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો

----- Send 'Hi" via whatsapp for PDF
( ₹10 Charge will be applicable for PDF )




👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો






-------Thanks for visit------



No comments:

Post a Comment