Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Sunday, 5 July 2026

Std 10 Social Science Ch.12 Bharat : Khanij Ane Shaktina Sansadhano Svadhyay Solution || ભારત : ખનીજ અને શક્તિનાં સંસાધનો ||

 


Q-1. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર સવિસ્તર લખો :


1. ખનીજતેલ વિશે વિસ્તાર પૂર્વક માહિતી આપો.

=> ખનીજ તેલ પુનઃઅપ્રાપ્ય શક્તિ-સંસાધન છે.

ખનીજ તેલની પ્રાપ્તિ : ભારતમાં અસમમાં ઈ.સ. 1866 માં ખનીજ તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો.
– તેમાં સફળતા મળી અને ત્યારબાદ દેશમાં ખનીજ તેલના ભંડાર શોધવાના પ્રયત્નો શરૂ થયા.
– આજે ખંભાતના અખાત અને અરબ સાગરના ‘બોમ્બે હાઈ’ ગુજરાત અને અસમમાંથી તથા થોડા પ્રમાણમાં આંધ્ર પ્રદેશમાંથી ખનીજ તેલ મેળવવામાં આવે છે.

ખનીજ તેલની ઉત્પત્તિ : તે પ્રસ્તર ખડકોમાંથી મળે છે કરોડો વર્ષો પહેલા પૃથ્વી પરના પ્રાણીઓ જમીનમાં દટાયા અને તેમનું હાઈડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું એ સ્વરૂપ લગભગ પ્રવાહી કે વાયુ સ્વરૂપનું હતું.
ખનીજ તેલના ભંડારોના વિભાગો : ખનીજ તેલના ભંડારોને પાંચ વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે (1) રાજસ્થાનના તેલક્ષેત્રો (2) બોમ્બે હાઈના તેલક્ષેત્રો (3) ઉત્તર-પૂર્વના તેલક્ષેત્રો (4) ગુજરાતના તેલક્ષેત્રો (5) પૂર્વ કિનારાના તેલક્ષેત્રો.

ખનીજ તેલના ઉપયોગો : ખનીજ તેલ પરિવહન તેમજ ઉદ્યોગોમાં યાંત્રિક સાધનોના સંચાલન બળ કે બળતણ તરીકે વપરાય છે.
– ખનીજ તેલની આડપેદાશોમાંથી પ્લાસ્ટિક, રંગો, રસાયણો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વગેરે બને છે.


2. ખનીજ સંરક્ષણના ઉપાયો જણાવો.

=> ખનીજ સંરક્ષણના ઉપાયો નીચે મુજબ છે :-
– પોષણક્ષમ : પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખવી અને આવનારી ભવિષ્યની પેઢીને શુધ્ધ પર્યાવરણનો લાભ આપવો.
– ખનીજ નાશવંત છે તેનું નવીનીકરણ થઈ શકતું નથી તેથી તેનો બહુ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો.
– જરૂરી હોય તેવા જ કામો માટે ખનીજોનો ઉપયોગ કરવો જોઈએ.
– ખનીજોનો વૈકલ્પિક ઉપયોગ : વિદ્યુતને સ્થાને સૌરઉર્જાનો, તાંબાના સ્થાને એલ્યુમિનિયમનો, પેટ્રોલને બદલે સી.એન.જી. નો ઉપયોગ કરવો.
– ખનીજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત કરીને તેનો ઉપયોગ વ્યવસ્થિત અને આયોજન પૂર્વક કરવો જોઈએ.
– પુનઃચક્ર : વપરાઈ ગયેલા લોખંડ, તાંબું, એલ્યુમિનિયમ આ ધાતુઓ મેળવી શકાય છે અને તેમનો ફરીથી ઉપયોગ કરી શકાય છે.
– યોગ્ય ટેક્નોલોજીનો ઉપયોગ : ખનીજો મેળવવા માટે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ખનીજો વેડફાઈ જતી અટકાવી શકાય છે.


3. વિદ્યુત શક્તિ વિશે ટૂંકમાં લખો.

=> પર્યાવરણના તત્વોનો ઉપયોગ કરી માનવીએ સંચાલનની શક્તિના વિવિધ સાધનો વિકસાવ્યા છે તેમાંની એક છે વિદ્યુતશક્તિ. ઔદ્યોગિક વિકાસના પાયામાં વિદ્યુતશક્તિ રહેલી છે આપણા ઘરમાં પંખા, ટેલિવિઝન, રેડિયો, વોશિંગ મશીન, ફ્રીજ, ટ્યુબલાઈટ વગેરેને ચલાવવા વિદ્યુતશક્તિની જરૂર પડે છે.
ઊર્જાના સાધનોને આધારે વિદ્યુતશક્તિ ના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. (1) જલવિદ્યુત (2) તાપવિદ્યુત (3) પરમાણુવિદ્યુત.

(1) જલવિદ્યુત : નદીના ધોધના સ્થળે કે ઊંચા સ્થળે જમા કરેલા પાણીને પાઇપ દ્વારા નીચે વહેવડાવીને તેની ગતિશક્તિ દ્વારા ટર્બાઈન ચલાવી ઉત્પન્ન કરવામાં આવતી વિદ્યુત ‘જલવિદ્યુત’ કહેવાય છે.
– ગુજરાતમાં સરદાર સરોવર, કડાણા અને ઉકાઈ ખાતે જલવિદ્યુત મથકો છે.
– ભારતમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરલ, હિમાચલ પ્રદેશ, પંજાબ વગેરે રાજ્યમાં જલવિદ્યુતનું ઉત્પાદન વધુ થાય છે.
– નર્મદા નદી પરની ‘સરદાર સરોવર’ યોજનાના જલવિદ્યુતમથકો 1450 મેગાવોટ વિદ્યુત ઊત્પન્ન કરે છે.

(2) તાપવિદ્યુત : કોલસો, ખનીજ તેલ કે કુદરતી વાયુનો ઊર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીને ઉત્પન્ન કરાતી વિદ્યુત ‘તાપવિદ્યુત’ કહેવાય છે.
– ભારતના કુલ વિદ્યુત ઉત્પાદનની આશરે 70% વિદ્યુત તાપવિદ્યુત છે ભારતમાં 310 થી વધુ તાપવિદ્યુત મથકો સ્થાપવામાં આવ્યા છે.
– ભારતમાં મુખ્યત્વે તાપવિદ્યુત પર આધાર રાખતા રાજ્યો ગુજરાત, ઝારખંડ, અસમ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ છે.
– મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, કર્ણાટક અને દિલ્હી પણ સારા પ્રમાણમાં તાપવિદ્યુત ઉત્પન્ન કરે છે.

(3) પરમાણુવિદ્યુત : યુરેનિયમ અને થોરિયમ જેવા કિરણોત્સર્ગી તત્વોના પરમાણુ વિભાજનથી જે વિરાટ ગરમીશક્તિ પેદા થાય છે તેનો ઉપયોગ પરમાણુવિદ્યુત ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે.
– ભારતમાં યુરેનિયમ ઝારખંડ અને રાજસ્થાનમાંથી બહુ થોડા પ્રમાણમાં મળે છે.
– એક અંદાજ પ્રમાણે 450 ગ્રામ યુરેનિયમના પરમાણુ વિભાજનથી આશરે 120 લાખ કિલોવોટ વિદ્યુતશક્તિ મળે છે.
– ભારતમાં 6 પરમાણુ વિદ્યુતમથકો છે મહારાષ્ટ્રમાં તારાપુર, તમિલનાડુમાં કલ્પક્કમ, રાજસ્થાનના કોટા પાસે રાવતભાટા, ઉત્તર પ્રદેશમાં મથુરા પાસે નરોરા, ગુજરાતમાં કાકરાપાર અને કર્ણાટકમાં કૈગા.
– તેમની કુલ વિદ્યુત ઉત્પાદનની વાર્ષિક ક્ષમતા 2720 મેગાવોટ જેટલી છે.


--------------------------------------------------


Q-2 નીચેના પ્રશ્ર્નોના ઉત્તર મુદ્દાસર લખો :


1. ચૂનાના ઉપયોગ જણાવો.

=> તે લોખંડને પિગાળવાની ભઠ્ઠીમાં તથા રાસાયણિક ઉદ્યોગોમાં પણ વપરાય છે.
– સિમેન્ટ બનાવવામાં અને મકાન બાંધકામમાં ચૂનાના પથ્થરનો ઉપયોગ થાય છે ખાંડના શુદ્ધીકરણમાં તથા ચૂનો, સોડા એશ, સાબુ, કાચ વગેરેના ઉત્પાદનમાં વપરાય છે.


2. અબરખ વિશે જણાવો.

=>  તે ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે ઉપયોગી છે.
– અબરખનો વિશાળ જથ્થો ભારતમાં મસ્કોવાઈટ માંથી મળી આવ્યો છે.
– ભારતમાં અબરખના ઉત્પાદનમાં મુખ્ય રાજ્યો બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન વગેરે છે.
– અબરખના પારદર્શક, સ્થિતિસ્થાપક અને વિદ્યુતનું અવાહક છે. વિદ્યુતનું ઊંચું દબાણ સહન કરી શકે છે.


3. તાંબાની ઉપયોગીતા જણાવો.

=>  તાંબાની ઉપયોગીતા નીચે મુજબ છે :-
– ધાતુઓના યુગનો પહેલો તબક્કો ‘તામ્રયુગ’ ને ગણવામાં આવે છે.
– મિશ્રધાતુઓ બનાવવા માટે ધાતુઓનો ઉપયોગ થાય છે.
– સૌપ્રથમ તાંબું માનવીના ઉપયોગમાં આવ્યું હશે તેમ મનાય છે કારણ કે તેને ટીપીને અલગ-અલગ આકાર આપી શકાય છે.
– પિત્તળ એ જસત ભેળવતા મળે છે. અને કલાઈ ભેળવતા કાંસુ બને છે. સોનુ, ચાંદી વગેરેમાં પણ ભેળવવામાં આવે છે.


4. ખનીજોના વર્ગીકરણ વિશે લખો :

=> ખનીજોનું વર્ગીકરણ :- 

1). ધાતુમય ખનીજો

(a) કિંમતી ધાતુમય ખનીજો
– સોનુ
– ચાંદી
– પ્લેટિનમ
(b) હલકી ધાતુમય ખનીજો
– મેગ્નેશિયમ
– બોક્સાઈટ
– ટીટાનિયમ
(c) સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો
– લોખંડ
– તાંબું
– સીસું
– જસત
– કલાઈ
– નિકલ
(d) મિશ્રધાતુરૂપે વપરાતા ખનીજો
– કોમિયમ
– મેંગેનીઝ
– ટંગસ્ટન
– વેનેડિયમ

2) અધાતુમય ખનીજો
– ચૂનાના પથ્થર
– ચોક
– એસ્બેસ્ટોસ
– અબરખ
– ફ્લોરસ્પાર
– જિપ્સમ
– સલ્ફર
– હીરા

3) સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજો
– કોલસો
– ખનીજ તેલ
– કુદરતી વાયુ
– યુરેનિયમ
– થોરિયમ


----------------------------------


Q-3. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર ટૂંકમાં લખો :


1. ‘આધુનિક યુગને ખનિજયુગ કહે છે’ શા માટે?

=> આજના તમામ વિકસિત રાષ્ટ્રો ખનીજોના વૈવિધ્ય અને સમૃદ્ધિ તથા તેના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને તકનીકી વિકાસના કારણે સમૃદ્ધ થયા છે.
– ખનીજોનું મહત્વ ઔદ્યોગિક ક્રાંતિ પછી ઘણું વધ્યું છે.
– માનવીની મોટાભાગની પ્રવૃતિઓ સાથે ખનીજો માંથી બનાવાયેલા સાધનો સંકળાયેલા છે નાનામાં નાની વસ્તુથી માંડીને વિરાટ કદના યંત્રો, વાહનો વગેરે ખનિજોમાંથી બને છે.
– આધુનિક યુગને ખનિજયુગ પણ કહેવામાં આવે છે.


2. આજે બિનપરંપરાગત ઉર્જાશક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે?

=> હાલમાં વિશ્વની ઊર્જા મોટા ભાગની જરૂરિયાત કૉલસો, ખનીજ તેલ, કુદરતી તેલ અને લાકડું જેવાં પરંપરાગત ઊર્જાસ્ત્રોતોથી સંતોષાય છે.
– આ ઊર્જા સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત છે. વળી, તે પુનઃઅપ્રાપ્ય શક્તિ-સંસાધનો છે.
– પરંપરાગત ઊર્જાસ્ત્રોતોના જથ્થો ઝડપી ઘટી રહ્યા છે. તેના પરિણામે વિદ્યુત ઉત્પાદન પણ કાળક્રમે ઘટતું જશે. – જંગલો પણ ઘટી રહ્યા છે, એટલે બળતણ માટે લાકડું મળવું પણ મુશ્કેલ થતું જશે.
– આ સંજોગોમાં, નજીકના જ ભવિષ્યમાં ઊર્જાનાં બિનપરંપરાગત સ્ત્રોતો વધુને વધુ ઉપયિગ અનિવાર્ય થઈ જશે. – વળી, તે પુનઃપ્રપ્ય ઊર્જાનાં સંસાધનો છે.
– આથી આજે બિનપરપરાગત ઊર્જાશક્તિનો ઉપયોગ વધ્યો છે.


3. લોખંડના મુખ્ય પ્રાપ્તિસ્થાનો જણાવો.

=> ભારતના કર્ણાટક રાજ્યમાંથી સૌથી વધુ લોખંડ મળે છે. ત્યારબાદ ક્રમશઃ ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાંથી મળે છે. તદુપરાંત ગોવા, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાંથી પણ લોખંડ મળે છે.


4. ભારતમાં મેંગેનીઝ કયાં કયાં રાજ્યોમાંથી ઉપલબ્ધ બન્યું છે?

=> ભારતમાં મેંગેનીઝ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, કર્ણાટક અને ગોવા વગેરે રાજ્યોમાંથી ઉપલબ્ધ બન્યું છે.


---------------------------------------------------


Q-4. નીચેના દરેક પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :


1. પાલનપુરની એક શાળા ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઈચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે?

(A) ધુવારણ

(B) દાંતીવાડા

(C) મેથાણ

(D) ઉન્દ્રેલ


Answer: (B) દાંતીવાડા


2. ભવિષ્યમાં ભૂતાપીય ઉષ્મા શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારું મોજણી કરવા ભારત સરકારના કેટલાક અધિકારીઓ ગુજરાતની મુલાકત લેવા માંગે છે. નીચે જણાવેલ ચાર સ્થળો પૈકી ત્રણ સ્થળોએ જવા જેટલો સમય તેમની પાસે છે, તો કયા સ્થળની મુલાકાત તેઓએ ટાળવી જોઈએ?

(A) તુલસીશ્યામ

(B) ઉનાઈ

(C) સાપુતારા

(D) લસુંદ્રા


Answer: (C) સાપુતારા


3. નીચેના જોડકા સાચાં જોડી ઉત્તર શોધો. 
(a) ચાંદી, પ્લેટિનિયમ           –    (1) સામાન્ય ઉપયોગમાં લેવાતું ખનીજ 
(b) મેગ્નેશિયમ,ટીટાનિયમ    –    (2) મિશ્રધાતુરૂપે વપરાતી ખનીજ 
(c) સીસું, નિકલ                   –    (3) કીમતી ધાતુમય ખનીજ 
(d) ટંગસ્ટન, વેનેડિયમ         –    (4) હલકી ધાતુમય ખનીજ

(A) (a - 1) , (b - 3) , (c - 2) , (d - 4)

(B) (a - 3) , (b - 4) , (c - 1) , (d - 2)

(C) (a - 2) , (b - 1) , (c - 4) , (d - 3)

(D) (a - 4) , (b - 1) , (c - 3) , (d - 2)


Answer: (B) (a - 3) , (b - 4) , (c - 1) , (d - 2)


----------------------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો

----- Send 'Hi" via whatsapp for PDF
( ₹10 Charge will be applicable for PDF )




👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો





-------Thanks for visit------


No comments:

Post a Comment