Q-1. પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :
1. બાળકોની નજરમાં શું આવી જાય છે ?
(A) ઢેલે કેટલાં ઈંડા મૂક્યાં છે તે
(B) બુલબુલે ક્યાં ને કેવો માળો કર્યો છે તે
(C) કાકીડાએ કેવા રંગો ધારણ કાર્ય છે તે
(D) ઉપરના (A) (B) (C) ત્રણેય
Correct Answer: (D) ઉપરના (A) (B) (C) ત્રણેય
2. જંતુ-જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે ?
(A) બપોરનો
(B) બપોર પછીનો
(C) બપોર પછીનો
(D) રાતનો શાંત નીરવ સમય
Correct Answer: (D) રાતનો શાંત નીરવ સમય
3. કુદરતના કારવાન-કાફલાને વાડી શું આપે છે ?
(A) આશ્રય અને આવાસ
(B) આકાર અને આહલાદ
(C) વાડી કશું જ આપતી નથી
(D) ઉપરના (A) અને (B) બંને
Correct Answer: (D) ઉપરના (A) અને (B) બંને
4. વાડીમાં ક્યારેક ક્યારેક ક્યાં પ્રાણીઓના દર્શન થઈ જાય છે ?
(A) શેઢાળી ને શેળાના
(B) ઘોરખોદિયા ને ભૂંડડાના
(C) દીપડા ને સિંહના
(D) વણિયલ અને જબાદિયાનાં
Correct Answer: (C) દીપડા ને સિંહના
------------------------------------------------------
Q-2. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
1. ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે ?
=> ચોમાસાના નવરા દિવસોમાં લોકો ખાસ કરીને મોડી રાત સુધી એમના અવાજ સંભળાય છે ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે રાત્રે ધૂન, ભજનો થાય છે ઠાકોરજીને નૈવેદ્યની થાળી ધરવામાં આવે છે દાંડીયા - રાસની રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ મેળવે છે.
2. ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે, લોકો એકબીજાને ત્યાં જાય છે ?
=> ઝડપથી પતાવવાના કામ જેવા કે નળીયા ચડાવવા, ઘઉંના પાળા બાંધવા તેમજ કોઈવાર શાંતિ નું કામ વગેરે કામોમાં ઝાઝા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિક પૂરા કરવાના હોય ત્યારે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદથી કામો કરતા રહે છે.
-------------------------------------------------
Q-3. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :
1. વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો.
=> વાડીમાં રહેતા લોકો દરેક ઋતુ પોતાના પ્રત્યક્ષ પદાર્થપાઠ લઈને આવે છે કુદરતનો એકા કારવાન કાફલો આવે છે ને જાય છે એ બધા પોતાના હોય તેમ વાડી તેમને સૌને આશ્ચર્ય આપે છે. વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મજા લે છે વાડીમાં ડાયરા જામે, પ્રોગ્રામ થાય આમ જલસા હોય છે ત્યાં મકાઈના ડોડાની મિજબાની માટે આજુ બાજુની વાડીના મિત્રો ભેગા થાય. જર્જરિત લાકડાની કાથી વાળી ખાટલીઓ ઉપર મહેમાનોને બેસાડવામાં આવે બીજા મિત્રો તાપણાની વ્યવસ્થા કરે એમાં ભટ્ટા શેકાય એ પછી તેનો પોક કરીને સૌને ખાવા માટે વહેચે છે પોંકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક-એક દાણા ખાતા જાય આ જલસા તો રાત્રે શરૂ થાય અને મોડી રાત સુધી ચાલુ રહે.આ ઉપરાંત ચણા, પપૈયા, જામફળની પાર્ટીઓ પણ યોજાય.આમ, વાડીમાં લોકો કામની સાથે - સાથે ખાવા - પીવાની પણ મોજ માણતા હોય છે.
2. “વાડીની લીલી દુનિયા વચ્ચે કેટકેટલા જગત હોય છે !” - આ વાક્યની પાઠના આધારે ચર્ચા કરો.
=> વાડીની લીલી દુનિયા વચ્ચે કેટકેટલા જગત હોય છે નાના-મોટા જીવોનું સંગ્રહસ્થાન, ઉધયનું બાંધકામ ને કીડીની કરામતો, કાકીડાની લડાઇ ને સાપના યુદ્ધો, ઘોયરાનું વિચિત્ર ગાન, મકોડાની છાવણીઓ, ભરવાડીના કાફલા, ગોકળ ગાયના ભપકા, વીંછીનો ચિરસ્મરણીય ચરણસ્પર્શ, બધુ દિનરાત ચારે કોર ચાલતું હોય છે કોઈ વાર આવું નજરે ચડે ત્યારે લોકોનું ધ્યાન ખેંચાય. વાડીમાં અળસિયાનો ગોળો કરીને આરોગતા દેડકા, નાના-સસલાથી ફટાફટ પેટ ભરી પગદંડી પર સૂતા સાપો, કાગડાઓ વચ્ચેથી માર્ગો કાઢતા ઘુવડ શેરડીના શોખીન શિયાળ, મરઘીના બચ્ચાને ચોરીને ઘર ભેગા કરતા ઉંદર, જેમ જોવા માટે તેમ પશુઓને વળગતી જીવાતો વીણતા બગલા, પાકને બગાડતી ઈયળો સાફ કરતા પક્ષીઓ, સેઢાડીને શેળા, વણિયણ ને જબાદીયા, ઘોરખોદિયા ને ભૂંડડા, હરણા અને રોજડા, તો ક્યારેક ક્યાંકને ક્યાંક દીપડાને સિંહે પણ દર્શન થઇ જતા હોય છે. આમ, વાડીમાં અનેક નાના-મોટા જીવજંતુઓ હોય છે.
----------------------------------------------------

No comments:
Post a Comment