Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Tuesday, 10 March 2026

પ્લાસ્ટિક પ્રદૂષણ : એક વૈશ્વિક સમસ્યા પર ગુજરાતી નિબંધ || Plastic Pradushan Nibandh

 

આજના સમયમાં પ્લાસ્ટિક પ્રદૂષણ પર્યાવરણ માટે એક ગંભીર સમસ્યા છે. અને આવનાર સમયમાં પરિસ્થિતિ હજુ પણ ભયજનક થઈ શકે છે. આ પ્રદૂષણના કેટલાક કારણો છે.


પ્લાસ્ટિકનો સૌથી વધારે ઉપયોગ ડબ્બા, બેગ, ફર્નિચર અને બીજી કેટલીય વસ્તુઓ બનાવવા માટે થાય છે. કારણ કે તે સસ્તુ હોય છે. પ્લાસ્ટિકની વસ્તુઓ ના વધુ ઉપયોગના કારણે જ પ્લાસ્ટિક પ્રદૂષણ જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે. પ્લાસ્ટિક થી ઉત્પન્ન થતો કચરો દિવસે દિવસે વધતો જાય છે જે વાતાવરણમાં વર્ષો વર્ષ સુધી રહે છે. જેને કારણે પાણી, જમીન અને વાયુ પ્રદૂષણ થાય છે.



પ્લાસ્ટિક થી ઉત્પન્ન થતો કચરો પાણીના સ્ત્રોત જેમકે નદી, સમુદ્ર, મહાસાગરોમાં ભળીને તેને પ્રદૂષિત કરે છે. આજ પાણી આપણા સુધી ઉપયોગ માટે પહોંચાડવામાં આવે છે. જેના ઉપયોગથી આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. પ્લાસ્ટિકની બોટલો અને કોથળીઓ રીસાઈકલ ન થવાને કારણે જમીનમાં દટાતી જાય છે. જેને કારણે કેટલાક હાનિકારક રસાયણો ઉત્પન્ન થાય છે જે માટીની ગુણવત્તાને ઘટાડે છે. જે વૃક્ષોની વૃદ્ધિને અટકાવે છે. ઘણીવાર લોકો પ્લાસ્ટિકને બાળે છે જેથી તેમાં રહેલો કાર્બન હવામાં ભળે છે અને તે વાયુ પ્રદુષણ ઉત્પન્ન કરે છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકર્તા છે. 


પ્લાસ્ટિક પ્રદૂષણ ને રોકવા માટે આપણે પોતાના જ ઘરથી શરૂઆત કરવી પડશે અને લોકોને પણ જાગૃત કરવા પડશે. કેટલાક ઉપાયો છે જેથી આપણે પ્લાસ્ટિક પ્રદૂષણ થી ભારતને મુક્ત કરી શકીએ છીએ. સૌથી પહેલા આપણે પોલીથીનનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ. જ્યારે પણ કોઈ સામાનની ખરીદી કરવા જઈએ તો સાથે જૂટ અથવા કાપડની થેલી રાખવી જોઈએ. દુકાન અને શોપિંગ મોલમાં કાપડ અથવા કાગળ ની થેલી રાખવી જોઈએ.જેથી પોલીથીન નો ઉપયોગ ઓછો કરી શકાય. જે પ્લાસ્ટિક રિસાયકલ થઇ શકે તેને રિસાયકલ કરી ને એવી વસ્તુઓનું ઉત્પાદન કરવું જોઈએ જેનાથી પ્રદૂષણ ઓછું થાય. પ્લાસ્ટિકની વસ્તુઓ ને નદી-નાળામાં ન ફેકતા તેની માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ.


અન્ય ગુજરાતી નિબંધો


પ્લાસ્ટિકની વસ્તુઓને સળગાવવી જોઇએ નહીં. જેથી આપણે પ્લાસ્ટિક ને કારણે થતું વાયુ પ્રદૂષણ અટકાવી શકીએ છીએ. સરકાર દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટે સખત પગલાં લેવા જોઈએ. જેથી પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવામાં મદદ મળી શકે. જે પ્લાસ્ટિક રિસાયકલ ન થઈ શકે તેવી વસ્તુઓના ઉત્પાદન પર રોક લગાવવી જોઈએ. લોકોને અપીલ કરવી જોઈએ કે પ્લાસ્ટીક બેગો અને પ્લાસ્ટિકની પાણીની બોટલો તથા પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ નો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ. 


કેટલાક વર્ષોથી પ્લાસ્ટિક પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. જો આને રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં ખતરનાક પ્લાસ્ટિક પ્રદૂષણ નો સામનો કરવો પડશે. જેથી પાણી, હવા અને જમીન પર ખૂબ જ ખરાબ અસર થશે. આપણી ફરજ છે કે, સમગ્ર સૃષ્ટિ અને તેમાં વસતા માણસો અને જીવ જંતુઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા આપણું યોગદાન આપીએ. અને પ્લાસ્ટિક પ્રદૂષણ ને રોકવા માટે અથાગ પ્રયત્ન કરી દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ.



પ્લાસ્ટિક પ્રદૂષણ : એક વૈશ્વિક સમસ્યા ગુજરાતી નિબંધની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો

Download PDF



પ્લાસ્ટિક પ્રદૂષણ : એક વૈશ્વિક સમસ્યા ગુજરાતી નિબંધનો વિડીયો જોવા માટે નીચે ક્લિક કરો



No comments:

Post a Comment