મુદ્દા :
1. પ્રસ્તાવના, 2. નારીનો મહિમા, 3. ભારતીય નારીની મહાનતા, 4. નારી શક્તિની જાગૃતિ, 5. વિવિધ માન્યતાઓ 6. નારીજીવન પર પશ્વિમી અસર 7. ઉપસંહાર
ભારતમાં સદીઓ પૂર્વે સ્ત્રીસન્માનનો આદર્શ મૂર્તિમંત બન્યી હતો. સતીઓ, સન્નારીઓ અને સાધ્વીઓનો એક જવલંત ઇતિહાસ ભારતે જગતને પૂરો પાડયો છે. વેદ-ઉપનિષદ કાળમાં પણ પામી હતી. સ્ત્રી-પુરુષનો સમાન દરજજો હતો; એટલું જ નહિ, ગાર્ગી અને લોપામુદ્રા જેવી વિદુષીઓએ સ્ત્રીશક્તિના પ્રભાવને પૂર્ણ કળાએ પ્રગટાવ્યો હતો. બુદ્ધકાળમાં અને વિશેષ કરીને જૈનકાળમાં તો સ્ત્રી, પુરુષની ભરાબરીના નાતે આધ્યાત્મિક અધિકાર
'સ્ત્રી અને પુરુષ એ તો સંસારરૂપી રથનાં બે પૈડાં છે' એ મહાન આદર્શની વાતો કરનારા ભારત દેશમાં હજી આજે એકવીસમી સદીના પ્રથમ દાયકામાં પણ સ્ત્રીઓની દયાજનક હાલતમાં સાર્વત્રિક સુધારો થયો નથી. લાખો સ્ત્રીઓ હજુ આજે પણ ઘરની ચાર દીવાલો વચ્ચે, નિરક્ષરતા અને અજ્ઞાનતાના ઘોર અંધકારમાં અટવાઈને પશુવત્ જીવન જીવી રહી છે. તેમ છતાં, ભારતીય સ્ત્રીઓની સ્થિતિમાં થોડો ઘણો પણ જે સુધારો જોવા મળે છે તેનો યશ મહાત્મા ગાંધીજીને ફાળે જાય છે. અંગ્રેજી કેળવણી અને પાશ્ચાત્ય વિચારસરણીના રંગે રંગાયેલા રાજા રામમોહનરાયે વિદેશોમાં સ્ત્રીઓની હાલત વિશે વાંચ્યું-જાણ્યું અને કકળી ઊઠેલા એમના આત્માએ ભારતમા 'સતી' થવાનો રિવાજ બંધ કરાવ્યો. એટલું જ નહિ, ભારતની સ્ત્રીઓને સમાનતા, સાક્ષરતા અને સ્વતંત્રતા બક્ષવા તેમણે નોંધપાત્ર પ્રયત્નો કર્યા. સ્વાતંત્ર્ય ચળવળના એક ભાગ રૂપે, સ્ત્રી-જાગૃતિના જે રચનાત્મક કાર્યક્રમો ગાંધીજીની રાહબરી હેઠળ શરૂ થયા તેના પરિણામે, સ્ત્રીઓ ફરી પાછી જાહેરજીવનમાં સ્થાન પામી. શ્રીમતી રમાબાઈ રાનડે અને દાદા કર્વે જેવાના પ્રતાપે ભારતની સ્ત્રીઓ પોતાના પગ પર ઊભા રહેવા જેટલી સ્વતંત્ર બની.
પરંતુ આજે ભારતના નારીસમાજ સમક્ષ સૌથી મોટો કોયડો એ ઊભો થયો છે કે બંધારણ દ્વારા જે મૂળભૂત હક્ક પ્રાપ્ત થયો છે તેને અનુરૂપ કેવી રીતે બનવું ? એક બાજુ, સ્ત્રી-જાગૃતિની જયોત ઝળહળતી રાખવી ને બીજી બાજુ, સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પલટાઈ રહી છે એને કેવી રીતે નાથવી ? આજે, ભારતનાં મહાનગરોમાં નોકરી કરતી અને કોલેજોમાં ભણતી શિક્ષિત નારીઓએ લાજમર્યાદાની 'લક્ષ્મણરેખા' ઓળંગી દીધી છે એવી ફરિયાદ ઊઠી છે. પશ્ચિમના રંગે રંગાઈને અને કેશનનું આંધળું અનુકરણ કરીને ભારતની નારી, કલબોમાં ઘૂમતી થઈ છે અને ડાન્સના રવાડે ચડી છે. પરિણામે સંયુક્ત કુટુંબની ભાવના છિન્નભિન્ન થઈ રહી છે. દામ્પત્યજીવનને વહેમ અને શંકાનો લૂણો લાગ્યો છે. સૌંદર્ય-પ્રસાધનોની કૃત્રિમતા હેઠળ ભારતીય નારીનું કુદરતી સૌંદર્ય ઝંખવાયું છે અને પરિણામે અનેક સામાજિક અનિષ્ટો ફૂલીફાલી રહ્યો છે.
ભારતીય નારી સાચા અર્થમાં 'નારાયણી' બને, પુરુષ સમોવડી બને અને આદર્શ માતા બને એમાં જ, એનું જ નહિ બાખા સમાજનું ને રાષ્ટ્રનું કલ્યાણ સમાયેલું છે. ભારતને પોતાની આગવી, અનન્ય અને અનોખી સંસ્કૃતિનો વારસો પરાપૂર્વથી મળેલો છે. આ ભારતીય સંસ્કૃતિના ભોગે આ દેશની નારી જે કાંઈ કરશે-વિચારશે તે ચાલુ પેઢીને અને ભાવિ વારસદારોને અનહદ નુકસાન કરનારું જ હશે એમાં કોઈ શંકા નથી. ભારતની નારી. માતૃત્વના મહામૂલા સંસ્કારોનું જતન કરવાની છે વાબદારીમાંથી છટકી જઈને, જો સિદ્ધિનાં સર્વોત્તમ શિખરો સર કરવા જશે તો સદીઓ પુરાણી જવલંત ભારતીય સંસ્કૃતિની વોર ખોદાશે એ વાત કદી-કદાપિ ભુલવા જેવી નથી.
--------------------------
WATCH IT ON YOUTUBE

No comments:
Post a Comment