મુદ્દા
1. પ્રસ્તાવના,
2. 21મી સદીની મુખ્ય વૈશ્વિક સમસ્યાઓ : આર્થિક મંદી, આતંકવાદ, વસ્તી-વિસ્ફોટ અને પ્રદૂષણ, સમસ્યા કુદરતસર્જિત - માનવસર્જિત, વૈશ્વિક મહામારી, અણુયુદ્ધનો ખતરો, રોજગારીની ઓછી તક, ધંધાકીય હરીફાઈ,
શિક્ષણના પ્રશ્નો,
3. દરેક સમસ્યાની ગંભીરતા અને નિવારણ,
4. ઉપાયો.
5. ઉપસંહાર.
રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધથી વિશ્વભરના બુદ્ધિજીવીઓ, વૈજ્ઞાનિકો, રાજકારણીઓ, માનવ-હિતચિંતકો વગેરે સૌના હૃદયમાં એક મોટી વૈશ્વિક સમસ્યા 'ઘર' કરી બેઠી છે કે, ગમે ત્યારે ત્રીજું વિશ્વયુદ્ધ થઈ જ જશે અને સમસ્ત માનવજાતનો વિનાશ થઈ જશે! જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો એ 'અણુ-પરમાણુ યુદ્ધ' હશે અને એ એટલું ખતરનાક હશે કે, વિજેતા રાષ્ટ્રની પ્રજા પણ વિજયનો આનંદ માણવા જીવિત નહિ રહી હોય !
આમ, એની સાથે સાથે માનવસર્જિત અને કુદરતસર્જિત વૈશ્વિક સમસ્યાઓએ સમગ્ર વિશ્વને ચિંતામાં ડુબાડી દીધું છે તે છે : (1) વિશ્વભરમાં ફેલાયેલી આર્થિક મંદી (2) વકરેલો આતંકવાદ (૩) બેફામ થઈ રહેલો વસ્તીવધારો (4) જીવલેણ પ્રદૂષણો (5) રોજગારી તથા શિક્ષણના પ્રશ્નો (6) અણુયુદ્ધનો ભય (7) ધંધાકીય હરીફાઈ વગેરે...
DOWNLOAD PDF
DOWNLOAD PDF
જોકે આ સમસ્યાઓ ઉપરાંત પણ બીજી નાની-મોટી અનેક સમસ્યાઓ મોં ફાડીને માનવજાતને ભરખી જવા થનગની રહી છે; જેવી કે એઈડસ, થેલેસીમિયા, સ્વાઈન વાઈન ફલૂ જેવા અસાધ્ય રોગો, કોરોના જેવી વૈશ્વિક મહામારી, પીવાના પાણીની વધતી જતી તંગી, ખાણીપીણીની ચીજોમાં ભયંકર ભેળસેળ, બનાવટી દવાઓ અને ઈજેક્શનો. મોંઘવારીનું વિષચક્ર, ભૂકંપ-સુનામી આદિ કુદરતી આપત્તિઓના પ્રકોપ, વ્યસનગ્રસ્ત માનવજીવન વગેરે... પરંતુ વિશ્વનો પ્રજામત જાગૃત થયો છે અને વિશ્વઐક્યની ભાવનાથી આ નાની-મોટી સમસ્યાઓ હલ કરવા યુનો, યુનેસ્કો જેવી વૈશ્વિક સંસ્થાઓ આ સમસ્યાઓના નિરાકરણાર્થે તનતોડ પ્રયત્નો કરી રહી છે. હવે આપણે પેલી મુખ્ય સાતથી આઠ સમસ્યાઓની ગંભીરતા સમજીએ અને એના નિવારણાર્થે શું શું થઈ શકે તેની ચર્ચા કરીએ.
વિશ્વભરમાં વ્યાપેલો મંદીનો માહોલ. જેણે અનેક દેશોના અર્થતંત્રને છિન્નભિન્ન કરી નાખ્યું છે અને બેકારી, હતાશા-ભગ્નાશા તથા આત્મહત્યા કરવાને માટે માનવજાતને મજબૂર કરી દીધી છે. આ સમસ્યાઓનો સામનો કરવા તો વિશ્વઐક્યની સાથેસાથે ધીરજ અને હિંમત રાખ્યા વિના છૂટકો નથી.
WATCH ON YOUTUBE
WATCH ON YOUTUBE
વિશ્વભરમાં વકરેલો આતંકવાદ, ખતરનાક આતંકવાદીઓ દ્વારા તથા ગોઝારા બોમ્બ વિસ્ફોટોથી અત્યાર સુધીમાં વિશ્વભરમાં વકરલા હજારો નિર્દોષ માનવીઓએ જાન ગુમાવ્યા છે. આ સમસ્યાના નિવારણાર્થે પણ જેટલી જરૂર કર વિશ્વઐક્ય છે તેટલી જ જરૂર, મક્કમ મનોબળથી આતંકવાદીઓનો સામનો કરવાની છે
વસ્તી વિસ્ફોટે તો ભારત જેવા દેશની 'ઊંઘ' ઉડાડી દીધી છે. બેફામ વસ્તીવધારા સામે એકલી સરકાર શું કરી શકે ? વ્યક્તિમાત્ર જો કુટુંબ-નિયોજન અપનાવે એ તો આ સમસ્યા હલ નહિ તો હળવી જરૂર થઈ શકે !
પ્રદૂષણના પ્રકારોએ તો માનવજાતનું જીવન હરામ કરી દીધું છે. ચોખ્ખું અનાજ તો શું ચોખ્ખું પાણી અને ચોખ્ખી હવા પણ ગાયબ થતી જાય છે. વિશ્વભરનાં મોટાં શહેરોની જનતા જો જાગૃત નહિ થાય તો પ્રદૂષણના ભરડામાં આવી ગયેલું પર્યાવરણ, માનવીને વગર મોતે મારી નાખશે !
રોજગારીની ઓછી થતી તકો કે બેરોજગારી પણ મોટી સમસ્યા છે. આજે સાયન્સ-ટેક્નોલૉજીના યુગમાં કમ્પ્યૂટર, ફેક્સ, ઇન્ટરનેટ વગેરેને કારણે ઓછા સમયમાં અને જયાં-ત્યાં ઓછા માનવબળે કેટલાક કામો ખૂબ ઝડપથી થઈ રહ્યા છે. જોકે બેંક, રેલવે. ઑફિસો, એરલાઈન્સ, શાળા-કોલેજો વગેરે જગ્યાએ તેના ઉપયોગથી ચોકસાઈ વધી છે, પરંતુ ભણેલા યુવાનોને એના કારણે બેરોજગારી સતાવી રહી છે, જે તે ક્ષેત્રે, કંપનીઓ કે સંસ્થાઓમાં યુવાનોને જોબની તકો નહિવત્ થઈ ગઈ છે. રોજગારીની ઓછી થતી તકોથી યુવાનોની કારકિર્દી જોખમાઈ છે. ઉજજવળ ભાવિ રહ્યું નથી. નથી. શિક્ષણના ક્ષેત્રે પણ મોટા પ્રશ્નો ને પડકારો હજીય ઊભા છે. શિક્ષણ જેવું પવિત્ર ક્ષેત્ર પૈસાથી પૂજાતું થઈ ગયું છે. સેલ્ફ ફાયનાન્સ શાળાઓમાં, ઇન્ટરનેશનલ સ્કુલોમાં વાલીઓ નાછૂટકે ખૂબ મોટી કે મોંઘી ફી ભરીને, દેવું કરીને પોતાનાં
પાલ્ય પુત્ર/પુત્રીને ભણાવી રહ્યા છે. ગેરરીતિ, ભ્રષ્ટાચાર, ડૉનેશનથી આ ક્ષેત્ર અપવિત્ર બની ગયું છે. રશિયા-યુકેન વચ્ચે ચાલતા યુદ્ધથી અણુયુદ્ધની ભીતિ સેવાઈ રહી છે. સમગ્ર વિશ્વમાં બે દેશો વચ્ચે કોઈ ને કોઈ કારણે, માગણી કે અપેક્ષાએ, વિસ્તારવાદે યુદ્ધ જેવી સ્થિતિથી લાખો લોકો નિરાધાર બને છે. હજારો લોકો મૃત્યુ પામે છે. પોતાનો દેશ છોડી બીજા દેશમાં જતા રહે છે. અમેરિકા-અફઘાનિસ્તાન, ઈરાન-ઈરાક વચ્ચે ચાલતી દુશ્મનાવટ, ચીન-પાકિસ્તાન જેવા દેશોની મેલી ચાલ કે દાનતથી આતંકવાદી હુમલાઓથી વિનાશકારી અણુયુદ્ધનો ભય સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયો છે.
ટી.વી. પર રજૂ થતી માથાના દુઃખાવા જેવી કેટલીક વસ્તુઓની જાહેરાતોથી જે તે ચીજવસ્તુની ગુણવત્તા કરતાં તે ઘણી ઊંચી કક્ષાની છે તેમ દર્શાવી દેવાતાં ઉતરતી કક્ષાનો માલસામાન ખરીદવા લોકો આકર્ષાય છે. વેપાર-ઉદ્યોગમાં આવા પ્રયત્નોથી વિશ્વના બજારોમાં માલસામાન વેચી-વેચાવી શકાય છે. ધંધાકીય હરીફાઈ વધી ગઈ છે.
---------------------------------------------------
ખાસ નોંધ
અહી નિબંધ પોઈન્ટ પાડીને લખવામાં આવેલ છે પરંતુ પરીક્ષામાં નિબંધ ફકરા સ્વરૂપે લખવો.
ખાસ નોંધ
અહી નિબંધ પોઈન્ટ પાડીને લખવામાં આવેલ છે પરંતુ પરીક્ષામાં નિબંધ ફકરા સ્વરૂપે લખવો.
---------------------------------------------------
WATCH IT ON YOUTUBE
WATCH IT ON YOUTUBE
-----------------------------------------------------

No comments:
Post a Comment