‘મિત્રતાની મીઠાશ’ એવું શિર્ષક વાંચતાની સાથે ‘એનો’ ચહેરો નજર સમક્ષ નાચી ઉઠે છે. ‘એની’ યાદ આવે ને હોઠ પર સ્મિત રેલાઈ જાય છે, ‘એની’ વાત કરીએ ત્યારે ભલેને આપણે આધેડ વયના કેમ ન હોય! પણ એક ગજબની સ્ફૂર્તિનો અહેસાસ થાય છે, ‘એને’ મળવા માટે આપણે વેળા-કવેળાએ પણ તત્પર હોઈએ છે! આ ‘એ’ એટલે જ તો આપણો મિત્ર, ભાઈબંધ, દોસ્તાર, ભેરુ, ગોઠિયો, લંગોટીયો યાર કે હિતચિંતક કેટકેટલાં નામ એના તો... તો આવી ગઈ ને મીઠાશ તમારા ચહેરા પર!
આપણું શીર્ષક ભલે ‘મિત્રતાની મીઠાશ’ હોય પણ એક સાચો મિત્ર કડવા લીમડા જેવો હોય છે. લીમડો સ્વાદે કડવો લાગે પણ અસ્સલ ગુણકારી હોય છે, તેમ સાચો મિત્ર પણ આપણને નાની-નાની વાતમાં રોક ટોક કરતો, ક્યારેક વડીલ બની સલાહ આપતો, ક્યારેક માતાની મમતાનો અહેસાસ કરાવતો તો ક્યારેક હકથી બે થપ્પડ મારી દઈને પણ આપણને સાચી વાત સમજાવે છે, ત્યારે એ કડવો જરૂર લાગે છે. પરંતુ સમય જતાં ગુણકારી બની રહે છે. અને આજના આ આધુનિક યુગમાં જ્યારે પોતાના જ વ્યક્તિ વિશ્વાસઘાત કરી બેસે છે ત્યારે દરેક પરિસ્થિતિમાં આપણને કોઈ સાચવી લે છે તો એ મિત્ર જ છે. મિત્ર એટલે તો,
ENGLISH ESSAYS
એવું ક્યાંક વાંચ્યું હતું કે ઈશ્વર જેને આપણી સાથે લોહીના સંબંધ જોડવાનું ભૂલી ગયા હોયને; ત્યારે એવી વ્યક્તિને ‘મિત્ર’ ના નાતે આપણા જીવનમાં સ્થાન આપીને પોતાની ભૂલને સુધારી લે છે. તમે જ વિચારોને કે, બધા જ લોકો એક સામાન્ય ઢબે જીવન તો જીવતા જ હોય છે પરંતુ આ જીવનને ‘અસામાન્ય’ ઘટનાઓ, પ્રસંગો, યાદોથી છલકાવી દે છે ‘મિત્ર’ મિત્ર વિશે વાત કરવી હોય ને તો સમય ઘટે પણ વાત ન ખૂંટે. એની વાતને કોઈ વ્યાખ્યા કે ઉદાહરણ રૂપે ન વર્ણવી શકાય ! ‘મિત્ર’ વિશે બધું જ આમા૫, અખૂટ કે અધધ……. જ હોય.
'મિત્ર' એટલે એક એવો સંબંધ કે જેની પાસે વણમાંગ્યો બધો જ 'હક' હોય ! જેમ કે, આપણી ઇચ્છા હોય કે ના હોય એ ફોન કર્યા વગર પણ આપણે ત્યાં ટપકી જ પડે ! જો એ સમયે પિતાજી ઘરે હોય તો એકદમ ડાઇ-ડાઇ વાત કરનારો સીઘો-સરળ 'સજજન' બની રહે. માં આગળ ચાળી-ચુગલી કરીને લાડકો બની જાય. આપણા મોટા ભાઈ-બહેન સમક્ષ એક 'આદર્શ' વિદ્યાર્થી બની રહે.
અન્ય ગુજરાતી નિબંધો
જ્યારે આપણે ‘મિત્ર’ વિશે વાત કરીએ ત્યારે ‘યારાના’ ફિલ્મના ગીતની આ પંક્તિ યાદ આવી જ જાય છે.
એવું જરૂરી નથી કે, મિત્રતા બે સમાન સ્વભાવ, જાતિ, ધર્મ કે ગુણ ધરાવતી વ્યક્તિ વચ્ચે જ થાય ! મૈત્રી તો એક જ એવું બંધન છે કે જે ઊંચ-નીચ, નાત-જાત, ધર્મ, સ્ટેટસ કે સ્ત્રી-પુરુષના ભેદભાવના વાડાને વટી જઇને પણ લાગણીની સુવાસ ફેલાવે છે. હા, ક્યારેક એવું બને છે કે, કોઈ નાની અમથી વાતમાં, કોઇ ગેરસમજને લીધે કે ક્યાંક અહંને કારણે આપણે સાચો મિત્ર ગુમાવી દઇએ છીએ. તો મિત્રો, આવું ના થાય એનું ખાસ ધ્યાન રાખવું.
ક્યારેય કોઈ મતભેદ થાય તો સહેજ ખમી જવું, થોડું સહી લેવું અને અહંને બાજુએ મૂકી દઈને પણ ‘મિત્રતા’ ની ગરિમા જાળવી લેવી. કારણ કે દરેક સ્થાને કૃષ્ણ-સુદામાની જેમ મદદ ન કરે પણ કૃષ્ણ-અર્જુનની જેમ યોગ્ય ઉપદેશ આપીને આપણા પથદર્શક બનતાં ‘મિત્રો’ પણ કંઈ કમ તો નથી જ ! આવા સાચા મિત્રો વગરની જિંદગી એટલે ખાંડ વગરની ચા પીવા જવું છે !
મારા તમામ મિત્રોને યાદ કરીને અંતે એટલું જ કહીશ કે,

No comments:
Post a Comment